Saturday, 29 April 2023

RTE Admission 2023 હેઠળ પ્રવેશ પ્રક્રિયાને લઇ મોટા સમાચાર: જાણો ક્યારથી પ્રથમ રાઉન્ડનો થશે પ્રારંભ

By Ojas Gujarat

RTE Admission 2023 હેઠળ પ્રવેશ પ્રક્રિયાને લઇ મોટા સમાચાર: જાણો ક્યારથી પ્રથમ રાઉન્ડનો થશે પ્રારંભ


    આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા 10 એપ્રિલથી શરૂ કરાઈ છે
    પહેલો રાઉન્ડ 3 મે થી શરૂ કરવામાં આવશે
    આઈટી રિટર્ન ભરનારે રિટર્ન બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું

ગરીબ-મધ્યમવર્ગના વિદ્યાર્થી ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે સરકારનો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૧૫-૧૬થી અમલમાં છે.

અમદાવાદ સહિત રાજ્યભરની શાળામાં વર્ષ ૨૦૨૩-૨૪માં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા ૧૦ એપ્રિલના રોજ શરૂ કરવામાં આવી હતી. આ અન્વયે આરટીઈ હેઠળ ખાનગી શાળામાં એડમિશન માટેનો પહેલો રાઉન્ડ ત્રીજી મેથી શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં આરટીઈ હેઠળ શાળામાં એડમિશન માટે અંદાજે ૮૩,૩૨૬ જગ્યા સામે ૯૬,૭૦૭ અરજી આવી છે. અમદાવાદમાં આરટીઇની ૧૧,૫૦૦ બેઠક છે.

રાજ્યની ૯,૮૫૫ ખાનગી શાળામાં ૮૩,૦૦૦થી વધુ બેઠક અનામત છે. આમાંની મોટાભાગની શાળા ગુજરાતી માધ્યમની છે. ગયા વર્ષે આરટીઇ જોગવાઈ હેઠળ ૭૧,૦૦૦થી વધુ બાળકને રાજ્યની શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ ૩ મેના રોજ શરૂ થશે


આરટીઇ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૨ એપ્રિલ જાહેર કરાઈ હતી. આરટીઈ એડમિશન ઓનલાઈન ફોર્મ ભરવા માટે ૧૨ દિવસનો સમય વાલીને આપવામાં આવ્યો હતો. એડમિશન માટે વાલીએ કરેલી અરજીમાં ખૂટતાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ફરી એક તક ૨૫થી ૨૭ એપ્રિલ સુધી આપવામાં આવી હતી, ત્યાર બાદ જે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ થયા હશે તેની ચકાસણી ૨૫થી ૩૦ એપ્રિલ સુધી કરવામાં આવશે અને ત્યારબાદ આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ ૩ મેના રોજ શરૂ થશે.


આઈટી રિટર્ન ભરનારે રિટર્ન બતાવવું ફરજિયાત


આરટીઇ પ્રવેશ માટે કુટુંબમાં એકમાત્ર દીકરી હોય તેવા પરિવારને શાળા પ્રવેશમાં પ્રાધાન્ય આપવામાં આવશે. મહાનગરપાલિકામાંથી વાલીએ સિંગલ ગર્લ ચાઇલ્ડનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું હતું. જેમાં આઈટી રિટર્ન ભરનારે રિટર્ન બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે જયારે અન્ય વાલી માટે આવકનો દાખલો રજૂ કરવો ફરજિયાત છે
તારીખ ૩૧ મે, ૨૦૨૩ સુધીમાં છ વર્ષ પૂર્ણ કરનાર બાળકને આરટીઈ હેઠળ ધોરણ ૧માં પ્રવેશ મળશે. ઓનલાઈન અરજીમાં વાલી તેમના નિવાસની આસપાસની જે શાળામાં બાળકનો પ્રવેશ લેવા ઇચ્છતા હોય તેવી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમની શાળા પસંદ કરી શકશે. ત્યાર બાદ ડ્રોના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાશે. વાલી આરટીઈની વેબસાઇટ https://rte.orpgujarat.com પર ફોર્મ ભરી શકશે.


0 comments:

Post a Comment