Friday, 28 April 2023

ગુજરાત પોલીસ વિભાગમાં 22,000 જેટલી જગ્યા ખાલી, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કર્યો સ્વીકાર

By Ojas Gujarat

  ગુજરાત પોલીસ વિભાગમાં 22,000 જેટલી જગ્યા ખાલી, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કર્યો સ્વીકાર

સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ અનુસાર ગુજરાત હાઇકોર્ટે પોલીસને લગતી બાબતોને લઈને સ્વત: સંજ્ઞાન અરજી દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારને તમામ માહિતી સોગંદનામામાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.
 

પોલીસ વિભાગમાં ભરતી, ખાલી જગ્યાઓ અને પોલીસને લગતી અન્ય બાબતોને લઈને થયેલી સુઓમોટો અરજી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ગુજરાત સરકાર દ્વારા વિગતવાર સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું છે. જેમાં ખૂબ જ મહત્વની જાણકારી સામે આવી છે. જે નીચે મુજબ છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત હાઇકોર્ટે પોલીસને લગતી બાબતોને લઈને સ્વત: સંજ્ઞાન અરજી દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારને તમામ માહિતી સોગંદનામામાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં હાલની સ્થિતિએ 21.3% જગ્યા ખાલી હોવાનો રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે.


73 હજાર જેટલા પદો પર ભરતી પૂર્ણ

ગુજરાતમાં 96,194 કુલ જગ્યાઓમાંથી 73 હજાર જેટલા પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવી હોવાની જાણકારી પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે અને કુલ 22000 જેટલી જગ્યાઓ હાલ ખાલી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સોગંદનામાં સ્વીકાર કર્યો કે સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી 4000 જેટલી જગ્યાઓ પણ ખાલી છે.

0 comments:

Post a Comment